અંકલેશ્વર નજીક હાઇવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં હાઈવા ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજયુ હતું
અંકલેશ્વર નજીક માર્ગ અકસ્માતોના બનાવમાં વધારો થયો છે ત્યારે આજે ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો હતો.અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર સહયોગ હોટલ પાસે પૂર ઝડપે જઈ રહેલ હાઈવા ચાલકે બાઇકને ટક્કર મારી હતી જેમાં બાઇક સવાર મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયુ હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાઈવા ચાલકે મહિલાને 200 ફૂટ સુધી ઢસડી હતી જેમાં ગંભીર ઇજાના પગલે તેનું મોત નિપજયું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે