Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : કોહિનૂર સોસાયટી ખાતે કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે ગણેશોત્સવની ઉજવણી

X

અંકલેશ્વરની કોહિનૂર સોસાયટીમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટીના પટાંગણમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.

આજરોજ દેશભરમાં ગણેશ ઉત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. પરંપરાગત રીતે ભદ્ર શુક્લ ચતુર્થીના દિવસે ભક્તો ઘરમાં ગણપતિની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા અને પૂજા કરે છે. આ પ્રસંગે 10 દિવસ સુધી ગણપતિ પૂજનનું આયોજન કરે છે અને અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપ્પાને ધામધૂમથી વિદાય કરી મંગલમયની પ્રાર્થના કરે છે. ત્યારે અંકલેશ્વર ખાતે આવેલા કોહિનૂર સોસાયટીમાં પણ શ્રીજીની પ્રતીમાની સ્થાપના કરવામાં આવી હતી. સોસાયટીના સભ્યો દ્વારા કોરોના ગાઈડલાઇનના પાલન સાથે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન શ્રીજી ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને વિધ્નહર્તાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી,

Next Story