અંકલેશ્વર : સારંગપુરના ધનલક્ષ્મી કિરાણા સ્ટોરમાં ગેર’કાયદે ગેસ રીફિલિંગ કરતાં ઈસમની GIDC પોલીસે કરી અટકાયત…

GIDC પોલીસે ગેસની બોટલમાંથી પરવાના વગર ગેસ રિફિલિંગ કરતા એક ઈસમને સારંગપુરમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
અંકલેશ્વર : સારંગપુરના ધનલક્ષ્મી કિરાણા સ્ટોરમાં ગેર’કાયદે ગેસ રીફિલિંગ કરતાં ઈસમની GIDC પોલીસે કરી અટકાયત…

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસે ગેસની બોટલમાંથી પરવાના વગર ગેસ રિફિલિંગ કરતા એક ઈસમને સારંગપુરમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લામાં ગેસની બોટલમાંથી અનઅધિકૃત રીતે પરવાના વગર ગેસ રીફીલિંગ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ (વડોદરા વિભાગ) તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તેમજ અંકલેશ્વર ડીવાયએસપી ડો. કુશલ ઓઝા તરફથી મળેલી સૂચનાના આધારે અંકલેશ્વર GIDC પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર બી.એન.સગરના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન સારંગપુરના પદ્માવતીનગરમાં આવેલ ધનલક્ષ્મી કિરાણા સ્ટોર નામની દુકાનમાં સરવનકુમાર આશુરામ ખટીક ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા હોવાની બાતમીના આધારે GIDC પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી નાની-મોટી ગેસની 5 નંગ બોટલ તથા 1 નંગ ડિજિટલ વજન કાંટો તેમજ 1 નંગ રીફિલિંગ પાઇપ મળી કુલ રૂ. 8 હજારથી વધુના મુદ્દામાલ સાથે સરવનકુમાર ખટીકને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર GIDC પોલીસે આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ જિલ્લા જેલમાં રક્ષાબંધનની ભાવપૂર્ણ ઉજવણી કરાય, બહેનોએ બંદીવાન ભાઈઓના હાથ પર રક્ષા કવચ બાંધ્યું

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, સેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિત નગરસેવક

New Update

ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતો પર્વ

રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ સબજેલમાં ઉજવણી કરાય

પાલિકા-જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના બહેનોની ઉપસ્થિતિ

નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ રહ્યા વિશેષ ઉપસ્થિત

બંદીવાનોને હાથ પર રાખડી બાંધી રક્ષા કવચ અર્પણ કર્યું

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવસેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિત નગરસેવક બહેનો તથા જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જીજ્ઞાશા ગોસ્વામીગ્રુપ લીડર નયના ખુમાણમિતાક્ષી સોલંકી અને ટ્રસ્ટની બહેનો દ્વારા ભરૂચ જિલ્લા જેલની મુલાકાત લેવામાં આવી હતી.

આ ખાસ પવિત્ર અવસરે જેલના અધિકારી-કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓના હાથ પર રાખડી બાંધી રક્ષાનું પવિત્ર કવચ અર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ બહેનોએ ભાઈઓનું મોઢું મીઠું કરાવી રક્ષાબંધનના તહેવારને સ્નેહથી ઉજવવામાં આવ્યો હતો. ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ તથા ટ્રસ્ટની બહેનો દ્વારા તમામ બંદીવાન ભાઈઓને ખુદને સુધારવાનો સંકલ્પ લેવા પ્રેરણા આપવામાં આવી હતી. તેમને ખોટા દૂષણોથી દૂર રહીએક સારા નાગરિક તરીકે સમાજમાં ફરીથી સ્થાન મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.