અંકલેશ્વર: રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ, અનેક વાહન ચાલકો અટવાયા

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજરોજ ફરી એકવાર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયુ હતું જેમાં અનેક વાહનચાલકો અટવાયા હતા

New Update
અંકલેશ્વર: રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ, અનેક વાહન ચાલકો અટવાયા

અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજરોજ ફરી એકવાર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયુ હતું જેમાં અનેક વાહનચાલકો અટવાયા હતા

Advertisment

અંકલેશ્વર નજીક હાઇવે પર વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આજરોજ ફરી એકવાર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક હાઇવે પરના માર્ગનું સમારકામ કરવામાં આવી રહયું છે જે કામગીરીના કારણે વાહનોની ગતિ અવરોધાય રહી છે જેના કારણે વાહનોની લાંબી લાઇન જોવા મળી રહી છે. અંકલેશ્વરની વાલિયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી 2 કી.મી. વાહનોની લાંબો કતાર જોવા મળી હતી.ભારે ટ્રાફિકજામમાં અનેક વાહનચાલકો અટવાયા હતા.

Advertisment