/connect-gujarat/media/post_banners/a7af6ba9f4610a0bcdb2de06b0d5b24f6472da8ff6d4254bd6ece563f1fde318.webp)
તહેવારોને ધ્યાનમાં અંકલેશ્વરના શહેર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેવઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
આગામી સમયમાં હોળી ધૂળેટીનું પર્વ આવી રહ્યું છે તો સાથે જ રમઝાન માસ પણ શરૂ થવા જઈ રહ્યો છે જેને અનુલક્ષીને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા, એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર એ.એ.વાળા તેમજ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં આવનાર બન્ને સમાજના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય એ માટેની ચર્ચા વિચારણા આ બેઠકમાં કરવામાં આવી હતી