Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : માનવ મંદિર ખાતે શ્રી રામકથાનો પ્રારંભ, માનવ મંદિર ટ્રસ્ટ અને શ્રીરામ સેવા ટ્રસ્ટનું સંયુક્ત આયોજન

શ્રી રામ જન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના માનવ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રીરામ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી રામકથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.

X

શ્રી રામ જન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના માનવ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રીરામ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી રામકથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત માનવ મંદિર ખાતે શ્રી રામ જન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્ય મહારાજના આશીર્વાદથી અંકલેશ્વર માનવ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રીરામ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. 20 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી સતત 6 દિવસ બપોરે 3થી 6 કલાક દરમ્યાન શ્રી રામકથાનું સંગીતમય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્ય મહારાજનાના કૃપાપાત્ર અંજનેયજી મહારાજ પોતાના મધુર કંઠે ભક્તોને રસાળ શૈલીમાં કથાનું રસપાન કરાવશે, ત્યારે આજે શ્રી રામકથાના ભવ્ય પ્રારંભ દિવ્ય પ્રસંગે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ જશુ ચૌધરી, અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના ચેરમેન હર્ષદ પટેલ, માનવ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રીરામ સેવા ટ્રસ્ટના સભ્યો સહિત મોટી સંખ્યામાં ભાવિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story