અંકલેશ્વર : જાહેર વિસ્તાર GIDCમાં તીવ્ર દુર્ગંધ મારતું પ્રદુષિત કેમિકલ ઠાલવતા શખ્સની પોલીસે કરી ધરપકડ..!

લોકો અને પશુઓના જીવ જોખમમાં મુકવા સાથે પર્યાવરણને નુકશાન કરવા બદલ પોલીસે ગુનો નોંધી ચાલકની ધરપકડ સહિત બોલેરો પીક અપ તેમજ કેમિકલ વેસ્ટ ભરેલી 2 ટાંકીઓ જપ્ત કરી

New Update
અંકલેશ્વર : જાહેર વિસ્તાર GIDCમાં તીવ્ર દુર્ગંધ મારતું પ્રદુષિત કેમિકલ ઠાલવતા શખ્સની પોલીસે કરી ધરપકડ..!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત મરાઠી સ્કૂલ નજીક ગત રાત્રે બોલેરો પીકઅપ વાનના ચાલક દ્વારા 2 ટાંકીમાંથી પ્રદુષિત કેમિકલ ગટરમાં ઠાલવાતા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ ગત શુક્રવારે રાત્રે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન GIDC વિસ્તાર સ્થિત મરાઠી સ્કૂલ નજીક ડ્રેનેજ લાઈનને અડીને GJ-16-AU-2273 નંબરની બોલેરો પીકઅપ વાન ઊભી હતી, ત્યારે પોલીસે નજીક જઈ જોતા તાડપત્રી ઢાંકેલ પીક અપ વાનના પાછળના ભાગે મુકેલી 2 ટાંકીઓમાંથી એકમાં પાઇપ જોડી ગટરમાં તીવ્ર દુર્ગંધ મારતું પ્રવાહી ખાલી કરવામાં આવી રહ્યું હોવાનું નજરે ચઢ્યું હતું..

ત્યારે નજીક ઉભેલા મૂળ ઉત્તરાખંડ અને હાલ RCL કોલોનીમાં રહેતા પીક અપ વાન ચાલક શિવ અવતાર રોશનલાલ સીંઘ પ્રદુષિત કેમિકલ જાહેરમાં ઠાલવતા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. જેમાં લોકો અને પશુઓના જીવ જોખમમાં મુકવા સાથે પર્યાવરણને નુકશાન કરવા બદલ પોલીસે ગુનો નોંધી ચાલકની ધરપકડ સહિત બોલેરો પીક અપ તેમજ કેમિકલ વેસ્ટ ભરેલી 2 ટાંકીઓ જપ્ત હતી. જે અંગે GIDC પોલીસે વધુ તપાસ માટે GPCBને પણ જાણ કરવામાં આવી હતી.

Latest Stories