અંકલેશ્વર : ટ્રાફીકને અડચણરૂપ પાર્ક કરેલા મોપેડમાં પોલીસે લગાવેલું લોક તોડનાર ઈસમની અટકાયત...

New Update
અંકલેશ્વર : ટ્રાફીકને અડચણરૂપ પાર્ક કરેલા મોપેડમાં પોલીસે લગાવેલું લોક તોડનાર ઈસમની અટકાયત...

ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ પોલીસની કાર્યવાહી

Advertisment W3.CSS

ટ્રાફીકને અડચણરૂપ પાર્ક કરેલા મોપેડમાં લગાવ્યું હતું લોક

ઇસમે લોક તોડી સરકારી સંપતિને પહોચાડ્યું હતું નુકશાન

લોક તોડનાર ઇસમની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કરી

ભવિષ્યમાં પણ પોલીસ ટ્રાફીક નિયમન માટે સતત કાર્યરત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ટ્રાફીકને અડચણરૂપ રીતે પાર્ક કરેલા મોપેડમાં પોલીસે લગાવેલ લોક તોડી સરકારી સંપતિને નુકશાન પહોચાડનાર ઇસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અંકલેશ્વર શહેરના વિવિધ સ્થળે લોકો આડેધડ અને બેફામપણે ટ્રાફિકને અડચણરૂપ પોતાના વાહનો પાર્ક કરી રહ્યા હોવાના કિસ્સામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે,

ત્યારે અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વી.કે.ભુતિયાના માર્ગદર્શન હેઠળ અંક્લેશ્વર શહેર બી’ ડિવિઝનનો સ્ટાફ ટ્રાફીક નીયમનમાં હાજર હતો. આ દરમ્યાન અંકલેશ્વર પ્રતીન ચોકડી પાસે રેલ્વે સ્ટેશન જવાના રોડ પર ટ્રાફીકને અડચણરૂપ પાર્ક કરેલ નંબર પ્લેટ વગરના મોપેડમાં આગળના વ્હીલમાં પોલીસે લોક લગાવ્યું હતું. જે લોક તોડી એક ઈસમ મોપેડ લઈ જતો રહ્યો હોવાનો વિડીયો પણ સોશિયલ મિડીયામા વાયરલ થયો હતો. જે ઈસમને પોલીસે શોધી કાઢી તેની પૂછપરછ કરતા તે ગાર્ડન સિટીમાં રહેતો સુજીતસિંઘ રાઠોર હોવાનું જણાવ્યુ હતું, ત્યારે હાલ તો પોલીસે આ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.