Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : અયોધ્યા મંદિરથી આમંત્રણ સ્વરૂપે કળશ યાત્રા આવી પહોચતા કરાયું ભવ્ય સ્વાગત...

આગામી તા. 22 જાન્યુઆરીના રોજ ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન થવા જઈ રહ્યું છે

X

અયોધ્યા મંદિરથી આમંત્રણ સ્વરૂપે આવેલ કળશ યાત્રા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવી પહોચતા GIDC વિસ્તાર સ્થિત સાઈ વાટિકા સોસાયટીના રહીશોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

આગામી તા. 22 જાન્યુઆરીના રોજ ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે અયોધ્યા મંદિર તરફથી ભારતભરમાં લોકોને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. આમંત્રણના ભાગરૂપે અયોધ્યા મંદિરથી અલગ અલગ રાજ્ય અને અલગ અલગ જિલ્લાઓમાં કળશ સ્વરૂપે આમંત્રણ પાઠવવા કળશ યાત્રા કાઢવામાં આવી છે. અયોધ્યા મંદિરથી આમંત્રણ સ્વરૂપે આવેલ કળશ યાત્રા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવી પહોચતા GIDC વિસ્તાર સ્થિત્ત સાઈ વાટિકા સોસાયટીના રહીશોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને સોસાયટીના રહીશો સહિત નાના ભૂલકાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શ્રી રામના કળશની પૂજા અર્ચના કરી સોસાયટીના રહીશોએ ધન્યતા અનુભવી હતી. વધુમાં વધુ લોકો અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહે તેવી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આમંત્રણ સ્વરૂપે અપીલ કરવામાં આવી હતી.

Next Story