અંકલેશ્વર : આયુષ્યમાન કાર્ડના સ્પેશ્યલ કેમ્પમાં વ્યવસ્થાનો અભાવ, લાભાર્થીઓ રઝળતા રોષે ભરાયા...

ઇ.એન.જીનવાલા હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં આવેલ માઁ શારદા ભવન ટાઉન હૉલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાના હેતુસર સ્પેશ્યલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
અંકલેશ્વર : આયુષ્યમાન કાર્ડના સ્પેશ્યલ કેમ્પમાં વ્યવસ્થાનો અભાવ, લાભાર્થીઓ રઝળતા રોષે ભરાયા...

અંકલેશ્વરની ઇ.એન.જીનવાલા હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં આવેલ માઁ શારદા ભવન ટાઉન હૉલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાના હેતુસર સ્પેશ્યલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, યોગ્ય વ્યવસ્થાના અભાવે લાભાર્થીઓએ રઝળવાનો વારો આવ્યો હતો.

કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત જે તે રોગના દર્દીઓને રૂ. 5 લાખ સુધીની આરોગ્યલક્ષી સેવા મળી રહે તે માટે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે. આ કાર્ડ થકી લાભાર્થીઓ સરકારે નિયત કરેલ હોસ્પિટલમાં સારવાર મેળવી શકે છે. આ યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે તે હેતુસર ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અંકલેશ્વરની ઇ.એન.જીનવાલા હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં આવેલ માઁ શારદા ભવન ટાઉન હૉલ ખાતે સ્પેશ્યલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આમ તો 2 ઓપરેટરો લાભાર્થીઓને કાર્ડ કાઢી આપવાની કામગીરી કરતાં હોય છે. પરંતુ આજે એક જ ઓપરેટર હાજર હોવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લાભાર્થીઓ સવારથી જ કતારમાં ઊભા હતા, ત્યારે બપોર સુધી તેઓને કાર્ડ મળી શક્યો ન હતો. લાભાર્થીઓના આક્ષેપ અનુસાર, ઓપરેટરો દ્વારા સર્વર ડાઉન હોવાના બહાના બાતાવવામાં આવે છે. આ ઉપરાંત ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન પણ કરવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા, ત્યારે આ પ્રકારના સ્પેશ્યલ કેમ્પમાં તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવામાં આવે અને નિયત સમય મુજબ કામગીરી કરવામાં આવે તેવી લાભાર્થીઓએ માંગ કરી છે.

Latest Stories