અંકલેશ્વર: પુત્રીઓના લગ્નમાં સ્વર્ગીય માતાએ મૂર્તિ સ્વરૂપે આર્શીવાદ આપ્યા,પિતાએ બનાવડાવી માતાની મુર્તિ

અંકલેશ્વરના પિયુષ પટેલ જેવો વ્યવસાયે બિલ્ડર અને સામાજિક કાર્યકર છે. તેઓના પત્ની સ્વ. દક્ષાબેનનું બે વર્ષ પૂર્વે અવસાન થયું હતું.

અંકલેશ્વર: પુત્રીઓના લગ્નમાં સ્વર્ગીય માતાએ મૂર્તિ સ્વરૂપે આર્શીવાદ આપ્યા,પિતાએ બનાવડાવી માતાની મુર્તિ
New Update

અંકલેશ્વરમાં પુત્રીઓના લગ્નમાં સ્વર્ગીય માતાએ મૂર્તિ સ્વરૂપે આર્શીવાદ આપ્યા હોવાની અનોખી ઘટના જોવા મળી છે.

અંકલેશ્વરના પિયુષ પટેલ જેવો વ્યવસાયે બિલ્ડર અને સામાજિક કાર્યકર છે. તેઓના પત્ની સ્વ. દક્ષાબેનનું બે વર્ષ પૂર્વે અવસાન થયું હતું. હાલમાં તેઓની બે પુત્રી દૃષ્ટિ અને સૃષ્ટિના લગ્નનો પ્રસંગ હોય પિતાએ પુત્રીઓને અનોખી ભેટ આપવાનું વિચાર્યું હતું. અંકલેશ્વરના પિયુષ પટેલે બંને પુત્રીઓના લગ્નના પ્રસંગમાં માતાની હાજરી રહે અને પુત્રીઓને માતા સાથે જ હોવાનો ભાષ રહે તે માટે પોતાના મિત્રના સહયોગથી વડોદરા ફાઈન આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક સંજય રાજા વર અને વિદ્યાર્થી વિભા પટેલની મદદથી પોતાની પત્નીની આબેહૂબ વેક્સ અને સિલિકોન રિયાલિસ્ટિક મૂર્તિ તૈયાર કરાવી હતી. સ્વ.દક્ષાબેન પટેલની આબેહૂબ મૂર્તિ બનાવવા માટે 45 દિવસનો અથાક પરિશ્રમ કર્યો હતો. આ મૂર્તિ જોતા જ જાણે સાચે જ સ્વ.દક્ષાબેન પટેલ ત્યાં બેઠેલા હોય એ રીતે તૈયાર કરવામાં આવી હતી. પુત્રીઓના લગ્ન સ્થળે સ્ટેજ ઉપર ગિફ્ટ કવરમાં રાખેલી સ્વ.દક્ષાબેનની મૂર્તિને પુત્રીઓ જ્યારે સ્ટેજ ઉપર આવી, ત્યારે 1008 મહંત ગંગાદાસ બાપુ અને પિતા પિયુષ પટેલે પરદો ઉઠાવ્યો અને બંને પુત્રીઓ ખુશી સાથે આંખોમાં હર્ષનાં આંસુઓ છલકાઈ ગયા હતા. આ દૃશ્ય જોઈને ત્યાં ઉપસ્થિત રહેલા સૌ આમંત્રિત મહેમાનો, મિત્ર મંડળ અને સ્વજનો પણ ભાવુક બની ગયા હતાં.

#Connect Gujarat #BeyondJustNews #father #Ankleshwar #Wedding #daughter #idol #marriage #gifts #Late mother
Here are a few more articles:
Read the Next Article