New Update
/connect-gujarat/media/post_banners/3155b61e46d2e1bd005319881433ead7556755e9a74916f75cd66300494225ea.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માંડવા ગામેથી ભરૂચ એલસીબી પોલીસે ઈકો કારમાંથી દારૂનો જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી હતી, જ્યારે અન્ય ફરાર ઈસમને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, અંકલેશ્વરના માંડવા ગામ ખાતે રહેતા એક ઈસમે પોતાની ઇકો કારમાં દારૂનો જથ્થો મુકી રાખ્યો છે, ત્યારે બાતમીવાળા સ્થળે પોલીસે દરોડા પાડ્યા હતા, જ્યાં કારમાં સર્ચ કરતા પોલીસને દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 19 હજારની કિંમતનો દારૂનો જથ્થો, રૂ. 3 હજારનો એક મોબાઈલ અને રૂ. 2 લાખની કાર મળી કુલ રૂ. 2.22 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત હતી, જ્યારે માંડવાના રહેવાસીને વોન્ટેડ જાહેર કરી તેને પણ ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે.
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/18/jun-2025-07-18-22-07-37.jpg)
LIVE