Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : સંસ્કારદીપ વિદ્યાલય ખાતે “માતૃ પૂજન” કાર્યક્રમ યોજાયો, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રહ્યા ઉપસ્થિત...

સંસ્કારદીપ વિદ્યાલય ખાતે બાળકોમાં માતા પ્રત્યે આદરભાવ કેળવાય તે હેતુથી દર વર્ષે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે

X

સંસ્કારદીપ વિદ્યાલય ખાતે “માતૃ પૂજન” કાર્યક્રમ યોજાયો

બાળકોએ માતાઓનું પૂજન-અર્ચન કરી આરતી ઉતારી

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર સ્થિત સંસ્કારદીપ વિદ્યાલય ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક પટેલની ઉપસ્થિતિમાં “માતૃ પૂજન”નો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર સ્થિત સંસ્કાર દીપ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતિ પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે બાળકોમાં માતા પ્રત્યે આદરભાવ કેળવાય તે હેતુથી દર વર્ષે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે સંસ્કારદીપ વિદ્યાલય ખાતે “માતૃ પૂજન”નો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક પટેલ અને આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોએ તેઓની માતાઓનું પૂજન અર્ચન કરી આરતી ઉતારી હતી, અને માતાના આશીર્વાદ મેળવ્યા હતા, જ્યારે નાયબ મુખ્ય દંડક કૌશિક પટેલના હસ્તે તખ્તી અનાવરણ થકી રામોલીયા ક્રિએટિવ લર્નિંગ સેન્ટર, પ્રજ્ઞા કાઉંસીલિંગ સેન્ટર અને મહિલા ઉદ્યોગ સાહસિકતા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે AIAના પ્રમુખ જશુ ચૌધરી, મોટીવેશનલ સ્પીકર અને લેખિકા ડો. અંકિતા મુલાણી, પ્રજ્ઞા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મહેશ પટેલ, ધનવિન પિગ્મેંટ કંપનીના ભૂપત રામોલીયા અને ટ્રસ્ટી એન.કે.નાવડિયા, માનદ મંત્રી હિતેન આનંદપુરા, સંકુલ નિયામક સુધા વડગામા, આચાર્ય દિપ્તી ત્રિવેદી સહિત આમંત્રિતો તેમજ વાલીઓ સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Next Story