/connect-gujarat/media/post_banners/3b12762194812356870b3e97fe04f0e32d6cd77bf6057084b5fb5ebf244ca983.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના જાણીતા ઉદ્યોગપતિ અને પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વ. એમ.એસ.જોલીના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આજરોજ પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વ. એમ.એસ.જોલીના જન્મદિવસ નિમિત્તે ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી તેમજ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સ્વ. એમ.એસ.જોલીની પ્રતિકૃત તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વ.એમ.એસ.જોલી માનતા હતા કે, સમાજે તેમને જેટલું આપ્યું છે, એનાથી બમણું સમાજને આપવું જોઈએ. એમના આ ઉમદા વિચારને સાર્થક કરવા પ્રોલાઈફ ગ્રુપના એમ.ડી.કરણ જોલી અને પરિવાર દ્વારા સેવાકાર્ય કરવામાં આવ્યુ હતું. ભરૂચના કસક વિસ્તાર સ્થિત વડીલોના ઘરમાં વડીલોને ભોજન જમાડવામાં આવ્યું હતું. આ સાથે જ નારીકેન્દ્ર, ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝ, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ તેમજ બાળ શિશુ કેન્દ્ર ખાતે બાળકોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના MD કરણ જોલી, સાક્ષી જોલી, પ્રોલાઇફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી યોગેશ પારિક, કંપનીના ડિરેક્ટર વી,કે.પટેલ, ડિરેક્ટર ચન્દ્ર્ભાન ગુપ્તા સહિત મોટી સંખ્યામાં કંપનીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં સ્વ. એમ.એસ.જોલીના જન્મદિવસ નિમિત્તે સમાજથી તરછોડાયેલા અને વિખૂટા પડેલા બાળકોને મીઠાઇ ખવડાવી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. તો પાનોલી ખાતે જુદી જુદી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પર્શ ક્લિનિકના ડોક્ટર ચેતન મોરથાણા અને તેમની ટીમે આ કેમ્પમાં સેવા આપી હતી.