Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : વિવિધ કંપનીઓના HR હેડ સાથે GIDC પોલીસની બેઠક, કંપની કર્મીઓના પોલીસ વેરીફીકેશન અંગે તાકીદ કરાય...

કલેક્ટર તુષાર સુમેરા દ્વારા જીલ્લામાં આવેલ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ, કોન્ટ્રાક્ટર અને લેબરોનું નિયમોનુસાર પોલીસ વેરીફીકેશન કરાવવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક ખાતે IPS અધિકારી લોકેશ યાદવની અધ્યક્ષતામાં વિવિધ કંપનીના HR હેડ સાથે બેઠક યોજાય હતી. જેમાં કંપનીના તમામ કર્મચારીઓના પોલીસ વેરીફીકેશનની પ્રક્રિયા એક દિવસમાં પૂર્ણ કરવા તાકીદ કરવામાં હતી.

ભરૂચ જીલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા જીલ્લામાં આવેલ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ, કોન્ટ્રાક્ટર અને લેબરોનું નિયમોનુસાર પોલીસ વેરીફીકેશન કરાવવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે જાહેરનામાના આધારે અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઇએ જાહેરનામાનું અમલ કરાવવા માટેની સૂચના આપતા જીઆઇડીસી પોલીસ મથક ખાતે IPS અધિકારી લોકેશ યાદવની અને પી.આઈ. બી.એન.સગર દ્વારા અલગ-અલગ ટીમો બનાવી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ વિવિધ કંપનીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે કંપનીમાં નોકરી કરતા કર્મચારી, કોન્ટ્રાક્ટર તેમજ શ્રમિકોનું રજીસ્ટ્રેશન નહીં કરાવ્યા હોય તેવા 62 કંપનીના માલિકો અને કોન્ટ્રાક્ટરોને નોટીસ ફટકારી એક દિવસમાં રજીસ્ટ્રેશન કરાવવા સૂચના આપી હતી, ત્યારે આજરોજ IPS અધિકારી લોકેશ યાદવની અધ્યક્ષતામાં વિવિધ કંપનીના HR હેડ સાથે બેઠક યોજાય હતી. જેમાં પોલીસ વેરીફીકેશનની પ્રક્રિયા એક દિવસમાં પૂર્ણ કરવા તાકીદ કરવામાં હતી.

Next Story