અંકલેશ્વર: સબજેલમાં ટાઇલ્સ નીચે સંતાડવામાં આવ્યો હતો મોબાઈલ, પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર સબ જેલના બેરેક નંબર-2માં ટાઇલ્સ નીચે સંતાડેલ બિન વારસી હાલતમાં મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

New Update
અંકલેશ્વર: સબજેલમાં ટાઇલ્સ નીચે સંતાડવામાં આવ્યો હતો મોબાઈલ, પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર સબ જેલના બેરેક નંબર-2માં ટાઇલ્સ નીચે સંતાડેલ બિન વારસી હાલતમાં મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

ગત તારીખ-26મી ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર સબ જેલના જેલર જિગ્નેશ વસાવા ફરજ હતા તે દરમિયાન બેરેક નંબર-2માં રાખવામા આવેલ કેદીઓની ગતિવિધિ શંકાસ્પદ જણાઈ આવતા તેઓએ ઝડતી સ્કવોર્ડ સાથે તપાસ કરતાં બેરેક નંબર-2ના અંદરના ભાગે વેસ્ટર્ન ટોઇલેટમાં પ્રવેશ કરતાં ડાબી બાજુની ટાઇલ્સની નીચેના ભાગે સંતાડેલ બિન વારસી હાલતમાં એન્ડ્રોઇડ ફોન મળી આવ્યો હતો જેલરે ફોન,સીમકાર્ડ અને બેટરી કબ્જે કરી આ ફોનથી ગુનાહીત પ્રવૃતિ કરવામાં આવી છે કે કેમ તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.