અંકલેશ્વર : મરહુમ અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલના હસ્તે ભુખ્યાઓને ભોજન અપાયું

અહમદ પટેલના બંને સંતાનો ફૈઝલ અને મુમતાઝ પિતાના માર્ગે ચાલી સેવાકીય પ્રવૃતિઓને આગળ ધપાવી રહયાં છે.

New Update
અંકલેશ્વર : મરહુમ અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલના હસ્તે ભુખ્યાઓને ભોજન અપાયું

ભરૂચના પનોતા પુત્ર મરહુમ અહમદ પટેલ સદેહ આપણી વચ્ચે નથી પણ તેમની 72મી જન્મજયંતિ નિમિત્તે અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી. તેમની પુત્રી મુમતાઝ પટેલના હસ્તે ભુખ્યાઓને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisment

રાજયસભાના પુર્વ સાંસદ અને કોંગ્રેસના શિર્ષસ્થ નેતા મરહુમ અહમદ પટેલના બંને સંતાનો ફૈઝલ અને મુમતાઝ પિતાના માર્ગે ચાલી સેવાકીય પ્રવૃતિઓને આગળ ધપાવી રહયાં છે. તારીખ 21મી ઓગષ્ટના રોજ મરહુમ અહમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે પુત્રી મુમતાઝ પટેલની હાજરીમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. અંકલેશ્વરની પ્રતિન ચોકડી ખાતે ચાલી રહેલાં ભુખ્યાંને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું. મુમતાઝ પટેલની સાથે માંગીલાલ રાવલ, અસલમ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહયાં હતાં. આ ઉપરાંત સ્લમ વિસ્તારના બાળકો સાથે કેક પણ કાપવામાં આવી હતી.

Advertisment