Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : મર્હુમ અહેમદ પટેલની સુપુત્રી મુમતાઝ પટેલે સરફુદીન ગામે પુરગ્રસ્ત વિસ્તારીની મુલાકાત લઈ ફૂડ પેકેટનું વિતરણ કર્યું....

નર્મદા નદીના પૂરના પાણીએ વેરેલા વિનાશ બાદ હવે અનેક સામાજિક સંગઠનો અને રાજકીય નેતાઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે

X

અંકલેશ્વરમાં નર્મદા નદીના પૂરના પાણીએ વેરેલા વિનાશ બાદ હવે અનેક સામાજિક સંગઠનો અને રાજકીય નેતાઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે મર્હુમ અહેમદભાઈ પટેલની સુપુત્રી મુમતાજ પટેલે અંકલેશ્વરના સરફુદ્દીન ગામ ખાતે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સહાય પહોંચાડી હતી.

53 વર્ષ બાદ ભરૂચમાં આવેલ સૌથી મોટી રેલએ અંકલેશ્વરના કાંઠા વિસ્તારના 13 ગામો અને અંકલેશ્વરના હાંસોટ અને દિવા રોડ પર આવેલ 55 કરતા વધુ સોસાયટીઓમાં તબાહી સર્જી હતી. બુલેટ ગતીએ આવેલ પુરના પાણીએ ઘર વખરીના સામાન તહેસનહેસ કરી નાખવા સાથે કાચા મકાનોનું ધોવાણ થતાં અનેક લોકો બેબસ અને બેધર થયા હતા ત્યારે હવે પુરના પાણી ઓશર્યા બાદ હવે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પૂરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્તની મુલાકાત લઇ થયેલ વિનાશ અને નુકસાનની માહિતી મેળવી રહ્યા છે.ત્યારે મર્હુમ અહેમદ પટેલ ની સુપુત્રી મુમતાઝ પટેલે સેવાનુ બીદું ઉપાડી આજે એચ એમપી ફાઉન્ડેશન વતી અંકલેશ્વરના પુરથી પ્રભાવિત સરહુદીન ગામની મુલાકાત લઈ તેઓને આરોગ્ય સુવિધા ઉપરાંત ફૂડ પેકેટ્સ અને પાણીની બોટલો ની સહાય કરી હતી. આ સહાયતાના કાર્યક્રમમાં મરહુમ અહેમદ પટેલની સુપુત્રી મમતાઝ પટેલ સાથે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મતવિસ્તારના યુથ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા, વસીમ ફડવાલા,પ્રતિક કાયસ્થ સહિત કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.

Next Story