/connect-gujarat/media/post_banners/7c2e731c758d5d1bdbf10478b23cb973fdcf3b27521651f779482c77cbdb0073.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસે નેક્ટર એન્જીનીયરીંગ ફેબ્રિકેશન કંપનીના કમ્પાઉન્ડમાંથી એસ.એસ. સ્પેરપાર્ટ સ્ટ્રક્ચર સહીત રૂ. 72 હજારના મુદ્દામાલની ચોરીમાં સંડોવાયેલ વધુ એક આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગત તા. 28મી એપ્રિલના રોજ અંકલેશ્વર GIDCમાં આવેલ નેક્ટર એન્જીનીયરીંગ ફેબ્રિકેશન કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ કંપનીના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી એસ.એસ.ના સ્પેરપાર્ટ અને સ્ટ્રક્ચર મટિરિયલ્સ 654 કિલો ગ્રામ સામાન મળી કુલ રૂ. 72 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા, ત્યારે ચોરી અંગે અંકલેશ્વર GIDC પોલીસે ગુનો નોંધી અગાઉ ઝડપાયેલ ભંગારી સહીત 5 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
આ દરમિયાન ચોરીમાં સંડોવાયેલ સારંગપુર વિસ્તારમાં આવેલ ગોપીનાથ સોસાયટી-2માં રહેતા વધુ એક આરોપીને ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.