અંકલેશ્વર: પરિણિતાએ ગળેફાંસો લગાવી કર્યો આપઘાત,પરિવારજનોએ સાસરિયાઓને ઘરમાં કેદ કર્યા
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતી પરિણિતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતી પરિણિતાએ ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ મામલામાં પરિવારજનોએ સાસરિયાઓ સામે હત્યા થઈ હોવાના આક્ષેપ કરતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતી પરિણિતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતકના પરિવારજનોએ તેની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવી દીધો હતો.
ઉશ્કેરાયેલા લોકોએ સાસરિયાઓને ઘરમાં કેદ કરી દીધાં હતાં. બનાવની જાણ થતાં ડીવાયએસપી ચિરાગ દેસાઇ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી. મૃતક પરિણિતાનું નામ શ્રધ્ધા અંકિત પાંડે હોવાનું જાણવા મળી રહયું છે.શ્રધ્ધાના પરિવારે આક્ષેપ કર્યો હતો કે, તેના શરીર પર ઈજાના નિશાન હોવાથી તેની હત્યા કરી મૃતદેહને લટકાવી દેવામાં આવ્યો છે.બીજી તરફ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે