/connect-gujarat/media/post_banners/310268fc1834be74daa0c775dd669c0257664ac2e02ae99ec2946debefbb36b7.webp)
અંકલેશ્વરના ચૌટા નાકા પાસેથી વિદેશી દારૂનો જથ્થો એક્ટિવા ઉપર લઈ જતાં કુખ્યાત બુટલેગરને ભરુચ એલસીબીએ 39 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો ભરુચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર ઈમરાન ઉર્ફે મરઘી દિલાવરશા દીવાન એક્ટિવા નંબર-જી.જે.05.પી.એસ.4154માં વિદેશી દારૂનો જથ્થો લઈ ચૌટા નાકા તરફ જઈ રહ્યો છે જેવી બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી એક્ટિવા આવતા પોલીસે તેને અટકાવી હતી અને ગાડી ઉપર રહેલ થેલામાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 24 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 13 હજારનો દારૂ અને એક્ટિવા મળી કુલ 39 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગર ઈમરાન દીવાનને ઝડપી પાડ્યો હતો જ્યારે અંકુર મોદી સહિત બેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.