અંકલેશ્વર : આંબોલી નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે 2 ઈસમોની પોલીસે કરી અટકાયત...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એ’ ડીવીઝન પોલીસે સર્વોદય નગરથી આંબોલી માર્ગ ઉપર આવેલ સુકાવલી પાસેથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા.

New Update
અંકલેશ્વર : આંબોલી નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે 2 ઈસમોની પોલીસે કરી અટકાયત...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એ’ ડીવીઝન પોલીસે સર્વોદય નગરથી આંબોલી માર્ગ ઉપર આવેલ સુકાવલી પાસેથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર એ’ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, સર્વોદય નગરથી આંબોલી માર્ગ ઉપર આવેલ સુકાવલી પાસે 2 ઈસમો મીણીયા કોથળામાં રેલ્વે ટ્રેકના ઉપયોગમાં વપરાતા લોખંડના ટુકડા લઈને ઉભા છે, ત્યારે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જોકે, પોલીસને જોઈ બન્ને ઈસમો ભાગવા જતાં પોલીસે તેઓનો પીછો કરી ઝડપી પાડ્યા હતા. જેમાં 168 કિલો ભંગાર મળી 5 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ભંગાર અંગે પુછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બોઈદ્રા અને આંબોલી ગામના 2 ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.