Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: GIDCની ફાઈવબ્રોસ ફોર્જીસ કંપનીના યાર્ડમાંથી રો-મટીરીયલની ચોરીના ગુનામાં પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

ચોરીમાં કંપનીના હેલ્પરે અને અન્ય ઈસમો સાથે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું

X

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ફાઈવબ્રોસ ફોર્જીસ કંપનીના યાર્ડમાંથી રો-મટીરીયલ મળી કુલ ૧.૮૯ લાખના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે ચાર ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.સ્થિત ફાયર સ્ટેશનની સામે આવેલ ફાઈવબ્રોસ ફોર્જીસ કંપનીને ગત તારીખ-૨જી મેના રોજ વહેલી સવારે તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ કંપનીના યાર્ડમાં પ્રવેશ કર્યો હતો અને ગ્રેડ એફ ૪૪ નંગ-૨ અને અલોય નંગ-૨૦ તેમજ પરચુરણ સર-સામાન સહીત રો-મટીરીયલ મળી કુલ ૧.૮૯ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

આ ચોરીમાં કંપનીના હેલ્પરે અને અન્ય ઈસમો સાથે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું ચોરી અંગે કંપનીના સિક્યુરિટી ગાર્ડે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે ચોરી અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરતો યોગેશ બાબુ લાડ,અનિલકુમાર પાંડે,અરવિંદસિંહ રાઠોડ સહીત ચાર ઈસમોને ઝડપી પાડી ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો હતો.

Next Story