Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: હસ્તી તળાવ ગાયત્રી મંદિર પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરની કરી ધરપકડ

એક્ટિવાની ડીકીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા

અંકલેશ્વર: હસ્તી તળાવ ગાયત્રી મંદિર પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરની કરી ધરપકડ
X

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે હસ્તી તળાવ ગાયત્રી મંદિર પાસેથી વિદેશી દારૂનો જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હસ્તી તળાવ ગાયત્રી મંદિર પાસે રહેતો બુટલેગર અંકુર મુકેશ મોદીએ પોતાના ઘરની બહાર પાર્ક કરેલ એક્ટિવાની ડીકીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે એક્ટિવાની ડીકીમાંથી વિદેશી દારૂની 4 નંગ અને એક ફોન તેમજ એક્ટિવા મળી કુલ 54 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story