New Update
/connect-gujarat/media/post_banners/0a8224504f864094e1bf4b51c542d92554d096a626dbef5a9bafd63d8b03b45d.webp)
ગત તારીખ-૧૧મી ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે સુરતથી ભરૂચ જતા નેશનલ હાઇવે ઉપર આવેલ સહયોગ હોટલના પાર્કિંગમાંથી બંધ બોડીના કન્ટેનરમાંથી વિદેશી દારૂની ૧૪૩૫૨ નંગ બોટલ મળી આવી હતી.
પોલીસે ૧૪.૩૫ લાખનો દારૂ અને ૫ લાખની ટ્રક તેમજ બે ફોન મળી કુલ ૨૦.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કન્ટેનર ચાલક બાબુસિંહ ગુલાબસિંહ રાવત અને ક્લીનર સુવાલાલ છોગાજી ગુર્જરને ઝડપી પાડ્યો હતો.
આ પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ રાજેશકુમાર ઉર્ફે રજુ સોનહનલાલ શર્માની અંકલેશ્વર બી ડીવીઝન લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories