અંકલેશ્વર: પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બે આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વરના બે અલગ અલગ પોલીસ સ્ટેશનન પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બે આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update

ગત તારીખ-20મી જુલાઇના રોજ અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે દીવા રોડ ઉપર આવેલ સર્જન બંગ્લોઝમાં રહેતો અર્પિત ઉર્ફે અપ્પુ ધનેશ સુણેવવાળાના ઘરે દરોડા પાડી પોલીસે સ્થળ પરથી મોંઘીદાટ વિદેશી દારૂની ૬૬ નંગ બોટલ મળી કુલ ૪૮ હજારના મુદ્દામાલ સાથે બુટલેગર અર્પિત સુણેવવાળાને ઝડપી પાડ્યો હતો જ્યારે આ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી અલ્પેશ હળદરિયાને જયોતિ ટોકીઝ પાસેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે ગત તારીખ-28મી જાન્યુઆરીઅન રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે બાતમીના આધારે સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો બુટલેગર મનીષ વસાવાના ઘરે દરોડા પાડી 10 હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા આઠ મહિનાથી નાસ્તો ફરતો આરોપી કાપોદ્રા ગામની પ્રતિષ્ઠા રેસિડેન્સીમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને રમજાન ઇદ્રીસ ઉર્ફે ભૈયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories