અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામની સોનમ સોસાયટી પાછળ રેલ્વે લાઈન પાસે જુગાર રમતા બે જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા જયારે અન્ય એક જુગારી ફરાર થઇ ગયો હતો
અંકલેશ્વરના સારંગપુર ગામની સોનમ સોસાયટી પાછળ રેલ્વે લાઈન પાસે જુગારધામ ચાલી રહ્યું છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૧૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા અંકલેશ્વરના ટાંકી ફળિયામાં રહેતો જુગારી સુરેશ રણછોડ વસાવા,અરવિંદ ભીખા ચુનારાને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય જુગારીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.