Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : સાઇબર ક્રાઇમ અંગે લોકોને વિસ્તૃત સમજ આપવા પોલીસ દ્વારા માર્ગદર્શન શિબિર યોજાય..

સાઇબર ક્રાઇમ દ્વારા કેવી રીતે પોતાનો બચાવ કરી શકાય તે માટે ભરૂચ જિલ્લા સાઇબર ક્રાઇમના મહિલા પીઆઇ બી.એલ.મહેરીયાએ વિસ્તૃત સમજ આપી

અંકલેશ્વર : સાઇબર ક્રાઇમ અંગે લોકોને વિસ્તૃત સમજ આપવા પોલીસ દ્વારા માર્ગદર્શન શિબિર યોજાય..
X

ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કેટલીક કંપનીના કામદારોને કેવી રીતે પોતાનો બચાવ કરી શકાય તે માટે સાઇબર ક્રાઇમ અંગે વિસ્તૃત સમજ આપવા હેતુ માર્ગદર્શન શિબિર યોજાય હતી. ભરૂચ જીલ્લામાં વિકાસ અગ્રેસર રહ્યો છે. તેવામાં અહી ઘણી સામાજિક સંસ્થા, ઔદ્યોગિક વસાહતો, શાળા-કોલેજો તેમજ રહેણાંકોમાં લાખો લોકો વસવાટ કરે છે.

આ સાથે જ લોકો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પોતાના કાર્યક્ષેત્રની કામગીરી પણ કરતા હોય છે. આ દરમિયાન કેટલાક કિસ્સામાં મહિલાઓ સાયબર ક્રાઇમનો ભોગ બનતી હોય છે, ત્યારે આવા કિસ્સાઓમાં મહિલાઓ કેવી રીતે અવગત રહે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા માર્ગદર્શન શિબિર યોજાય હતી. જેમાં જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કેટલીક કંપનીના કામદારોને સાઇબર ક્રાઇમ દ્વારા કેવી રીતે પોતાનો બચાવ કરી શકાય તે માટે ભરૂચ જિલ્લા સાઇબર ક્રાઇમના મહિલા પીઆઇ બી.એલ.મહેરીયાએ વિસ્તૃત સમજ આપી હતી. આ સાથે જ પોતાના મોબાઈલથી પોતે કેટલા સુરક્ષિત રહી શકો છો તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Next Story