Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: બોરભાઠા બેટ ગામને અડીને આવેલ રેલવેની જમીનમાં દબાણો દૂર કરાયા,પોલીસનો કાફલો રહ્યો તૈનાત

અંકલેશ્વર પંથકમાં સુરવાડી ફાટક નજીક નવા બોરભાઠા બેટ ગામ પાસે રેલ્વેની જમીન ઉપર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો આજરોજ તોડી પાડવામાં આવ્યા હતા.

X

અંકલેશ્વર પંથકમાં સુરવાડી ફાટક નજીક નવા બોરભાઠા બેટ ગામ પાસે રેલ્વેની જમીન ઉપર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો આજરોજ તોડી પાડવામાં આવ્યા હતા.

છેલ્લા ઘણા વર્ષોથી પશ્ચિમ રેલવેની હદમાં અંકલેશ્વરના નવા બોરભાઠા ગામના કેટલાક સ્થાનિકોએ ગેરકાયદેસર રીતે રહેણાંક પાકા મકાનો ઉભા કરી દીધા હતા જેને લઇ રેલ્વે વિભાગ દ્વારા તાજેતરમાં તમામ દબાણકર્તાઓને દબાણો દુર કરવા નોટીસો આપવામાં આવી હતી અને દબાણો દુર કરવા સુચના આપવામાં આવી હતી પરંતુ દબાણકર્તાઓએ દબાણો દુર કર્યા ન હતા ત્યારે આજરોજ રેલ્વે તંત્ર દ્વારા ૩ પીઆઇ,૧૦ પીએસઆઇ કક્ષાના અધિકારીઓ ઉપરાંત ૨૫૦ જેટલા પોલીસ કર્મીઓના કાફલાએ ખડેપગે તૈનાત રહી દબાણઓને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી દબાણો દુર કરવાની કામગીરીમાં ૧૦થી વધુ જે.સી.બી. મશીનની મદદથી ૬૦ જેટલા નડતરરૂપ મકાનો દુર કરવામાં આવ્યા હતા. દબાણ હટાવો કામગીરી દરમિયાન દબાણકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યુ હતુ પરંતુ બાદમાં દબાણકર્તાઓએ પીછેહઠ કરવાની ફરજ પડી હતી.

Next Story