અંકલેશ્વર : પ્રોલાઈફ ફાઉન્ડેશન અને યુવા ભાજપ દ્વારા સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાય...

અંકલેશ્વરના પાનોલી ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર : પ્રોલાઈફ ફાઉન્ડેશન અને યુવા ભાજપ દ્વારા સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાય...
New Update

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના 68મા જન્મદિવસ નિમિત્તે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી અંકલેશ્વરના પાનોલી ખાતે યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ, સફળતાના સુકાની, પેજ કમીટીના પ્રણેતા, કરોડો કાર્યકર્તાઓના માર્ગદર્શક સી.આર.પાટીલના 68મા જન્મદિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે..

ત્યારે અંકલેશ્વરના પાનોલી ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાન એ જ મહાદાનના સંકલ્પ સાથે પ્રોલાઇફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ તેમજ યુવા ભાજપના આગેવાનો-કાર્યકરોએ અને સ્થાનિકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે ખાસ જાપાનથી આવેલા હિરોકી કડોટા તથા અન્ય જાપાનીઝ ઉદ્યોગપતિઓ રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રોલાઇફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના એમડી. કરણ જોલીએ વિશેષ ઉપસ્થિત રહી રક્તદાન કરનાર દાતાઓને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું.

આ પ્રસંગે અંકલેશ્વર અને જાપાનના ઉદ્યોગપતિઓ સહિત પ્રોલાઇફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી યોગેશ પારિક, પ્રોલાઇફ ગ્રુપના વી.કે.પટેલ, ભાજપ જિલ્લા મહામંત્રી વિનોદ પટેલ, ભરૂચ જિલ્લા યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ, જિલ્લા યુવા મોરચા મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કરણા, તાલુકા પ્રમુખ નીતેન્દ્રસિંહ દેવધરા, અંકલેશ્વર શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બાકરોલ અને સંજાલી ગામના આગેવાનો અને ગ્રામજનોએ સહકાર પૂરો પાડ્યો હતો. તો બીજી તરફ, ભરૂચ જિલ્લાના જંબુસર, વાગરા, અંકલેશ્વર અને ભરૂચ વિધાનસભા બેઠક વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દિવસભર વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

#Ankleshwar #GujaratConnect #Ankleshwar police #BJPBharuch #blood donation #Prolife Group Of Industries #BJP4Gujarat #રક્તદાન એ જ મહાદાન #BloodDonationCamp #Prolife Foundation #CR Patil Birthday #BJYM #પ્રોલાઇફ ફાઉન્ડેશન
Here are a few more articles:
Read the Next Article