Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: મર્હૂમ સાંસદ અહેમદ પટેલના જન્મદિવસ નિમિત્તે સાડી અને ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો

X

ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલના જન્મ દિવસ નિમિત્તે પુત્ર ફેઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે જરૂરિયાતમંદ બહેનોને સાડી તેમજ વિધાર્થીઓને ગણવેશ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના જન્મ દિવસ નિમિત્તે તેમની સ્મૃતિમાં અંકલેશ્વરના ઉમરવાડા રોડ સ્થિત અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્વ.અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ, પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી નાઝુ ફડવાલા સહિતના આગેવાનોએ જરૂરિયાતમંદ પરિવારની બહેનોને સાડી અને વિદ્યાર્થીઓન શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના પ્રતિષ્ઠિત લોકોએ સેવાકાર્યને બિરદાવી સ્વ. અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Next Story