Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: પાનોલીની બી.આર.એગ્રોટેક કંપનીમાંથી કેમિકલ વેસ્ટના નિકાલનું કૌભાંડ ઝડપાયું,પોલીસે તપાસ શરૂ કરી

ભરુચ એસ.ઑ.જીએ પાનોલીની બી.આર.એગ્રોટેક કંપનીમાંથી ગેરકાયદેસર રીતે એસીડીક હેઝાર્ડ વેસ્ટ કેમીકલ નિકાલ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

X

ભરુચ એસ.ઑ.જીએ પાનોલીની બી.આર.એગ્રોટેક કંપનીમાંથી ગેરકાયદેસર રીતે એસીડીક હેઝાર્ડ વેસ્ટ કેમીકલ નિકાલ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

ભરુચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગ દર્શન હેઠળ એસ.ઑ.જીના પી.આઈ એ.એ.ચૌધરી અને એમ.વી.તડવી સહિત સ્ટાફ પાનોલી જી.આઈ.ડી.સી.માં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમીના આધારે પોલીસને આઈસર ટેમ્પો નંબર-જી.જે.16.એક્સ.8734માંથી શંકાસ્પદ કેમીકલ વેસ્ટ એસેડીક હેઝાર્ડ વેસ્ટ મળી આવ્યું હતું.પોલીસે અંસાર માર્કેટમાં રહેતો ટેમ્પો ચાલક મોહંદ ઇકરામુદ્દીન સલાઉદ્દીન પઠાણની પુછપરછ કરતાં તેણે આ કેમિકલ વેસ્ટ પાનોલી જીઆઇડીસીમાં આવેલી બી.આર.એગ્રોટેક કંપનીમાંથી બેરલો ભરી સુરતના કીમ ખાતે રોક્કી નામના એક શખ્સને આપવા જઇ રહ્યો હોવાની કબુલાત કરી હતી.પોલીસે જીપીસીબીના અધિકારીનો સંપર્ક કર્યો હતો અને જીપીસીબીની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને આયશર ટેમ્પોમાંથી કેમિકલ વેસ્ટ ભરેલાં બેલરમાંથી અને બી.આર.એગ્રોટેક કંપનીમાંથી સેમ્પલ લઇને એફ.એસ.એલ માટે મોકલી આપ્યાં હતાં.પોલીસે 8 લાખનો ટેમ્પો તેમજ કેમિકલ વેસ્ટ ભરેલાં 28 બેરલ જપ્ત કરી પાનોલી પોલીસ સ્ટેશનને હવાલે કર્યો હતો.તે દરમિયાન જીપીસીબીએ લીધેલાં સેમ્પલમાં હેઝાર્ડસ વેસ્ટ હોવાનું માલુમ પડવા સાથે તે કંપનીના સેમ્પલ સાથે મેળ ખાતો હોવાનું માલુમ પડ્યું હતું.પોલીસે સેમ્પલના રિપોર્ટ આધારે તપાસ કરતાં બી.આર. એગ્રોટેક કંપનીના જનરલ મેનેજર ચંદ્રમોહનસિંગ જયપાલસિંગના કહેવાથી કંપનીના કંપનીના સેફ્ટી ઓફિસર દિપક કિશોર સોલંકીએ ડ્રાઇવર મોહમદ ઇકરામુદ્દીનને ટેમ્પોમાં કેમિકલ વેસ્ટનો જથ્થો ભરી આપ્યો હતો. જે કિમના રોક્કી નામના શખ્સ સુધી પહોંચાડવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે જનરલ મેનેજર સહિત ચારેય વિરૂદ્ધ પર્યાવરણ સુરક્ષા અધિનિયમની કલમો હેઠળ પાનોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો

Next Story