Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: આ સિઝનમાં કેરી લાગશે કડવી,જુઓ કયા કારણથી કેરીનાં ભાવમાં આવ્યો બમણો ઉછાળો

અંકલેશ્વર સહીત દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે કેરીનો પાક એક મહિનો મોડો આવે એવી શક્યતા જોવાઈ રહી છે ત્યારે તેની સીધી અસર કેરીના ભાવ પર જોવા મળશે

X

વાતાવરણની અસમાનતાની સીધી અસર કેરીનાં પાક પર જોવા મળી રહી છે. અંકલેશ્વર સહીત દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે કેરીનો પાક એક મહિનો મોડો આવે એવી શક્યતા જોવાઈ રહી છે ત્યારે તેની સીધી અસર કેરીના ભાવ પર જોવા મળશે

વાતાવરણમાં છેલ્લા ઘણા સમયથી અસમાનતા રહેતા ખેડૂતોમાં ચિંતાનું મોજૂ ફરી વળ્યું છે કારણકે કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થવાની ભીતી છે. સતત બીજા વર્ષે કેરીના પાક હવામાનની અસર જોવા મળી રહી છે ગત વર્ષે આજ સમયે તોકતે વાવાઝોડાની અસરના કારણે કેરીનો મોટા ભાગનો પાક નષ્ટ થયો હતો ત્યારે ફરી એક વખત સતત બીજા વર્ષે વાતાવરણના બદલાયેલા મિજાજ જોવા મળ્યા છે જેને લઇને જગતનો તાત ફરી એક વખત વિસામણમાં મુકાયો છે. આ વર્ષે કેરીનો પાક ખુબજ પાછતરો હોવાને કારણે પણ ઉત્પાદન ૩૦ ટકાની આસપાસ થવાની શક્યતાઓ ખેડૂતો જોઈ રહ્યા છે. જેના પગલે કેરીનાં ભાવમાં પણ ઉછાળો આવે એવી શક્યતા છે. અંકલેશ્વરના દીવા ગામના ધરતીપુત્ર જમીયત પટેલે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે પ્રતિવર્ષ વાતાવરણની અસમાનતાના કારણે કેરીનાં પાકને વ્યાપક નુકશાન પહોંચે છે જેના કારણે ખેડૂતોએ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે આ વર્ષે પણ કેરીનો પાક 1 મહિના મોડો આવશે જેની સીધી અસર કેરીનાં ભાવ પર જોવા મળશે

Next Story