અંકલેશ્વર:શ્રવણ વિદ્યાભવન સ્કૂલને તસ્કરોએ બનાવી નિશાન, રૂ. 1.18 લાખના માલમત્તાની કરી ચોરી

કેશવ પાર્ક સ્થિત શ્રવણ વિદ્યાભવન સ્કૂલને તસ્કરોએ નિશાન બનાવી પ્રમુખની ઓફિસમાં રહેલ રોકડા 1.18 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

New Update
અંકલેશ્વર:શ્રવણ વિદ્યાભવન સ્કૂલને તસ્કરોએ બનાવી નિશાન, રૂ. 1.18 લાખના માલમત્તાની કરી ચોરી

અંકલેશ્વરના પીરામણ રોડ ઉપર આવેલ કેશવ પાર્ક સ્થિત શ્રવણ વિદ્યાભવન સ્કૂલને તસ્કરોએ નિશાન બનાવી પ્રમુખની ઓફિસમાં રહેલ રોકડા 1.18 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર પંથકમાં ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે એક તરફ વાહન ચોરોએ પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે ત્યારે તસ્કરોએ આટલેથી નહિ અટકતા અંકલેશ્વરના પીરામણ રોડ ઉપર આવેલ કેશવ પાર્ક સ્થિત શ્રવણ વિદ્યા ભવન શાળાને તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ શાળાના પ્રમુખની ઓફિસને નિશાન બનાવી હતી અને ઓફિસના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સામાન વેરવિખેર કરી લાકડાના કબાટમાં રહેલ લોકરને તોડી અંદર મુકેલ શાળાના વિદ્યાર્થીઓની ફી અને નાસ્તા કેન્ટીન અને અન્ય શાળાના જમા રૂપિયા મળી કુલ 1.18 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે શાળાના શિક્ષકે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી ફરાર તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Latest Stories