/connect-gujarat/media/post_banners/fea4174edf1a528a0482b0a24cce83dfd132f84f8cee5203a0f23418761775c7.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ-અંકલેશ્વર તથા વિપ્ર ફાઉન્ડેશન દ્વારા ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ-અંકલેશ્વર તથા વિપ્ર ફાઉન્ડેશન દ્વારા આજરોજ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણોનો ઉત્સવ એટલે પરશુરામ મહોત્સવ, ત્યારે આજે ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાના આયોજન પૂર્વે સમાજના આગેવાનો, મહિલાઓ તથા બાળકોએ મળી ભગવાન પરશુરામજીની ભવ્ય આરતી ઉતારી હતી. જે બાદ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ-અંકલેશ્વર તથા વિપ્ર ફાઉન્ડેશનના આગેવાનોએ શોભાયાત્રાને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી. આ શોભાયાત્રા અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ નવજીવન ગ્રાઉન્ડ (ગટ્ટુ ચોકડી) પાસેથી પ્રસ્થાન થઈ GIDCના વિવિધ વિસ્તારોમાં ફરી ગાર્ડન સિટી ખાતે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ સાથે જ દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર ડીવાયએસપી ડો. કુશલ ઓઝા, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ-અંકલેશ્વરના પ્રમુખ ચંદુભાઈ જોશી, વિપ્ર ફાઉન્ડેશનના પ્રમુખ યોગેશ પારિક, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ-અંકલેશ્વરના મહામંત્રી ભાસ્કર આચાર્ય, વિપ્ર ફાઉન્ડેશનના મહામંત્રી કે.આર.જોશી, દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજના ઝોન પ્રમુખ લલિત શર્મા, ઉપપ્રમુખ પ્રવીણ તેરૈયા સહિત મોટી સંખ્યામાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.