Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : GIDCની ફેબ્રિકેશન કંપનીમાંથી સ્ટ્રક્ચર મટિરિયલ્સની ચોરી કરી તસ્કરો ફરાર...

એસ.એસ. સ્ટ્રક્ચરનું વિવિધ 654 કિલો મટિરિયલ્સ જેની કિંમત રૂપિયા 72 હજાર ઉપરાંત થવા જઈ રહી છે

અંકલેશ્વર : GIDCની ફેબ્રિકેશન કંપનીમાંથી સ્ટ્રક્ચર મટિરિયલ્સની ચોરી કરી તસ્કરો ફરાર...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફેબ્રિકેશન કંપનીના કમ્પાઉન્ડમાંથી 654 કિલો સ્ટ્રક્ચર મટિરિયલ્સ જેની કિંમત રૂપિયા 72 હજારના મુદામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર, ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે કવિતા ધામમાં રહેતા સંજયકુમાર હિરપરા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી નેક્ટર એન્જીનિયરિંગમાં ડિરેકટર છે.

ગત તા. 28 એપ્રિલે પ્લોટ નંબર 601માં આવેલી કંપનીના કમ્પાઉન્ડમાંથી સ્ટ્રક્ચર મટિરિયલ્સની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે તપાસ કરતા એસ.એસ. સ્ટ્રક્ચરનું વિવિધ 654 કિલો મટિરિયલ્સ જેની કિંમત રૂપિયા 72 હજાર ઉપરાંત થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર મામલે તેઓએ જીઆઇડીસી પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story