અંકલેશ્વર: દઢાલ ગામની નિર્મલ કોલોનીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું,રૂ. 4.75 લાખના માલમત્તાની ચોરી

તસ્કરોએ મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડા 75 હજાર અને સોના ઘરેણાં મળી અંદાજિત 4.75 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા

New Update
અંકલેશ્વર: દઢાલ ગામની નિર્મલ કોલોનીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું,રૂ. 4.75 લાખના માલમત્તાની ચોરી

અંકલેશ્વરના દઢાલ ગામના જીતાલી પાટિયા નજીક આવેલ નિર્મલ કોલોનીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી રોકડા 75 હજાર અને સોના ઘરેણાં મળી અંદાજિત 4.75 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા અંકલેશ્વરના દઢાલ ગામના જીતાલી પાટિયા પાસે આવેલ નિર્મલ કોલોનીમાં રહેતા દીપુભાઈ વસાવા દઢાલ ગામના પાટિયા પાસે નાસ્તાનો ગલ્લો ચલાવે છે જેઓ ગત રોજ નિર્મલ કોલોનીનું ઘર બંધ કરી નવા ઘરે સુવા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડા 75 હજાર અને સોના ઘરેણાં મળી અંદાજિત 4.75 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: જાહેરમાં કચેરો ફેંકનાર લોકોને નગર સેવા સદને ભણાવ્યો પાઠ, જાતે કચરો ઉપાડાવી વિડીયો જાહેર કરાયા

સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા વ્યસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી

New Update
garbage
ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવાના પ્રયાસો હવે વધુ ગંભીર બનાવાયા છે. નગરપાલિકાએ જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે લાલ આંખ કરી છે. શનિવારે સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા વ્યસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના કર્મચારીઓએ જાહેરમાં ફેંકનાર પાસે જાતે કચરો ઉપાડાવી વીડિયો પણ જાહેર કર્યા છે.પાલિકા અનુસાર જો હજુ બેજવાબર નાગરિકો આદત નહિ છોડે તો તેમની સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે.
Latest Stories