અંકલેશ્વર : ભંગારના જથ્થા સાથે 1 ઈસમની SOGએ કરી ધરપકડ, રૂ. 2.82 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

મળતી માહિતી અનુસાર, ભરૂચ SOG પોલીસનો સ્ટાફ અંકલેશ્વર શહેર વિસ્તારમાં SOG ચાર્ટર મુજબની કામગીરીના પેટ્રોલીંગમાં હતો.

New Update
અંકલેશ્વર : ભંગારના જથ્થા સાથે 1 ઈસમની SOGએ કરી ધરપકડ, રૂ. 2.82 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલ રાધાક્રિષ્ના હોટલ પાસેથી ભરૂચ SOG પોલીસે શંકાસ્પદ ભંગાર ભરેલ આઈસર ટેમ્પો સહીત 1 ઈસમને રૂ. 2.82 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ભરૂચ SOG પોલીસનો સ્ટાફ અંકલેશ્વર શહેર વિસ્તારમાં SOG ચાર્ટર મુજબની કામગીરીના પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન રાધાક્રિષ્ના હોટલ નજીક આઈસર ટેમ્પો નંબર GJ-16-X-9341 આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા લોખંડના સળિયા, એંગલ અને લોખંડના ભંગારનો 4100 કિલો જથ્થો મળી આવ્યો હતો, ત્યારે પોલીસે ટેમ્પોમાં રહેલ ઈસમને ભંગારના દસ્તાવેજો અંગે પુછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા મૂળ આમોદ અને હાલ સજોદ વાડીનાથ મંદિર નજીક રહેતા ઇસમની તમામ ભંગાર અને રૂ. 2 લાખના ટેમ્પો સહીત રૂ. 2.82 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories