/connect-gujarat/media/post_banners/fcfa5ed1dc0a61a66a32e2e2bda4ae273973ff9f393a062e38ad1950a13275bf.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એશિયન પેઇન્ટ ચોકડી નજીકથી સ્ટેટ વિજિલન્સે દારૂના વિશાળ જથ્થા સાથે 2 આરોપી સહિત કન્ટેનરને ઝડપી પાડ્યું હતું. મળતી માહિતી અનુસાર, ગોવાથી કન્ટેન્ટર નંબર HR-45-C 8419માં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે રાજસ્થાનના ઝુનઝૂન જિલ્લાના વતની રાકેશ જાટ તેમજ રાજેન્દ્ર જાટ નામના ઈસમો અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એશિયન પેઇન્ટ ચોકડી નજીક રાત્રીના અંધારાનો લાભ લઇ બુટલેગરો દ્વારા દારૂનું કટિંગ થતું હોવાની સ્ટેટ વિજિલન્સને બાતમી મળી હતી, ત્યારે સ્ટેટ વિજિલન્સે બાતમીના આધારે દરોડા પાડી ઘટના સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્ટેટ વિજિલન્સે કુલ ૧૫૭૨૦ ટીન તેમજ મોટી કાંચની બોટલો સહિતનો મુદ્દામાલ મળી કુલ ૩૨,૮૮,૧૩૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. હાલ તો પોલીસે ગુન્હો નોંધી અંકલેશ્વરમાં દારૂ મંગાવનાર ઇસમોની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.અંકલેશ્વર : ગોવાથી આવેલ દારૂ ભરેલા કન્ટેનર સાથે સ્ટેટ વિજિલન્સે 2 આરોપીની ધરપકડ કરી...