/connect-gujarat/media/post_banners/58cecb42eee172cc3124b4a2715370306bdbd4f1300da8bd2e0139d404a91ad4.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પોલીસે દઢાલ ગામના ખાડી ફળીયામાંથી જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, દઢાલ ગામના ખાડી ફળિયામાં રહેતો એક ઈસમ જુગારધામ ચલાવી રહ્યો છે, જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા, જ્યાં પોલીસે સ્થળ પરથી રોકડ રકમ મળી કુલ કિંમત 11 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ જુગાર રમતા 3 જુગારીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.