અંકલેશ્વર : એ ડિવિઝન પોલીસે અપહરણના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો

New Update
અંકલેશ્વર : એ ડિવિઝન પોલીસે અપહરણના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો

ગત તારીખ-23મી જાન્યુઆરીના મુળ અમદાવાદના અને હાલમાં અંક્લેશ્વરના રેલવે ગોદીની સામે આવેલાં મિતા એપાર્ટમેન્ટ ખાતે રહેતાં ઇમરાન દિલાવર મુલતાનીની બહેન નસીમ તેમજ બનેવી અમિત મનુભાઈ મુલતાની સુરેન્દ્રનગરના લીમડી ખાતે રહે છે.જેઓ મહેમાન બનીને અંક્લેશ્વર રહેવા આવ્યાં હતાં.જેઓનું ક્રિપ્ટોમાં રોકાણ મામલે 5થી 6 લોકોએ માથાકૂટ કરી કારમાં અમિતભાઈનું અપહરણ કરી લઈ જતાં હતા તે વેળા તેઓના સંબંધીઓએ અન્ય કારમાં રહેલ ચાર અફરાણકારોને રોકી લીધા હતા અને પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી ચારેય ઈસમોને ઝડપી પાડ્યા હતા.આ મામલામાં વોન્ટેડ વધુ એક આરોપી મોહસીન ઉર્ફે કુમાર રસીદ રહિમ મુલતાનીને ઝડપી પડ્યો હતો

Latest Stories