અંકલેશ્વર: પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો

New Update
અંકલેશ્વર: પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો. ગત તારીખ-19મી જાન્યુઆરી 2023ના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર જય પ્રભુ ફાર્મ હાઉસ સામે સી.એન.જી પંપ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા ડી.જી.જનરેટરની આડમાં સંતાડેલ વિદેશી દારૂની ૫૨૯૨ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૬.૯૧ લાખનો દારૂ, ફોન સહિત ૨ લાખની ગાડી મળી કુલ ૮.૯૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુંબઈના વરલીનાકા સ્થિત આનંદ નગરમાં રહેતા શખ્સને ઝડપી પાડ્યો હતો. તે દરમિયાન પોલીસે પ્રોબિહીશન એક્ટના ગુનામાં નાસતો ફરતો મહારાષ્ટ્રના દહાણુંના વાણગાવના શખ્સને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે..

Latest Stories