અંકલેશ્વર : GRP કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે વેન્ડર સાથે મળી રૂ. 35.33 લાખની ઉચાપત કરી, પોલીસ તપાસ શરૂ...

કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે કાચો માલ મોકલતા વેન્ડર સાથે મળી 1 વર્ષમાં કંપની પાસેથી રૂ. 35.33 લાખ ખંખેરી લીધા હોવાની પોલીસ માથેકે કંપનીના જનરલ મેનેજરે ફરિયાદ નોંધાવી છે.

અંકલેશ્વર : GRP કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે વેન્ડર સાથે મળી રૂ. 35.33 લાખની ઉચાપત કરી, પોલીસ તપાસ શરૂ...
New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની GRP કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે કાચો માલ મોકલતા વેન્ડર સાથે મળી 1 વર્ષમાં કંપની પાસેથી રૂ. 35.33 લાખ ખંખેરી લીધા હોવાની પોલીસ માથેકે કંપનીના જનરલ મેનેજરે ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર GIDC માં આવેલ GRP કંપની રિકલેમ રબર શીટ બનાવે છે. જે માટેનો કાચો માલ રબર વેસ્ટ વિવિધ વેન્ડરો પાસેથી મેળવે છે. જેમાં ભડકોદ્રા આઝાદનગરમાં રહેતા ઈસમ પણ કંપનીમાંથી કાચો માલ મોકલતા હતા.

તેવામાં કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે કંપનીમાં 12 વર્ષ નોકરી કરી ગત 22 જૂન 2022માં સ્વૈચ્છીક રાજીનામુ આપ્યું હતું. જે બાદ તે 4 મહિના પછી રિજોઇનિંગ થયો હતો. જે બાદ આસિસ્ટન્ટ મેનેજરે વેન્ડર સાથે મળી કંપનીમાં 1 વર્ષમાં આવેલા કાચા માલની 12 ગાડીઓના વજનમાં ભારે ઘાલમેલ કરી હતી. વજન કાંટાની સ્લીપોની આગળ કે, પાછળ એક આંકડો ઉમેરી ખોટી વજન સ્લીપ, પરચેઝ ઓર્ડર અને ટેક્ષ ઇનવોઇસ સાથે રજિસ્ટર્ડમાં છેડછાડ કરી 3,100 કિલોનો કાચો માલ 31,000 કિલો કરી દીધો હતો. જેમાં વેન્ડરને ચુકવવાના થતા લાખ સામે રૂ. 44.42 લાખનું ચુકવણું કરવું પડ્યું હતું.

જોકે, એક વર્ષના તમામ રેકોર્ડ ચેક કરતા આસિસ્ટન્ટ મેનેજર અને વેન્ડરે રૂ. 35.33 લાખની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ભેજાબાજ આસિસ્ટન્ટ મેનેજરને રૂ. 18 લાખ મળ્યા હતા. તો બીજી તરફ, કંપની સાથે રૂ. 35.33 લાખની ઠગાઈમાં જનરલ મેનેજર રાજુ મોદીએ GIDC પોલીસ મથકે આસિસ્ટન્ટ મેનેજર અને વેન્ડર વિરુદ્ધ ઉચાપતનો ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#Ankleshwar #GujaratConnect #Bharuch Police #Ankleshwar Samachar #AnkleshwarPolice #gujarat samachar #Bahruch Samachar #Ankleshwar GRP Company #Ankleshwar Industries Association
Here are a few more articles:
Read the Next Article