/connect-gujarat/media/post_banners/b3018b5f74e57cf02dfbb4fbb893ccce2f8f529e5fb24ad9762a8171faa6d833.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક આવેલ પનામા સ્ક્વેર એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ચોરી થયેલ બાઈક સાથે બી’ ડીવીઝન પોલીસે એક ઈસમને અંસાર માર્કેટમાં આવેલ મદીના મસ્જીદ પાસેથી ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, વડોદરાના વાસણા ટી.પી. રોડ ઉપર આવેલ ત્રિભોવન પાર્ક સોસાયટીમાં રહેતા ઉર્વેશ પ્રફુલ મિસ્ત્રીએ પોતાના ભાઈની મોટર સાઇકલ નંબર- જીજે-૦૬-બીએમ-૫૭૭૦ ગત તારીખ ૧૩મી જુનના રોજ પ્રતિન ચોકડી નજીક આવેલ પનામા સ્ક્વેર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરી વડોદરા ગયા હતા. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની રૂ. ૧૦ હજારની કિંમતની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બાઈક ચોરી અંગે અંકલેશ્વર બી’ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક ઇસમ ચોરીની બાઈક લઇ અંકલેશ્વરના અંસાર માર્કેટમાં આવેલ મદીના મસ્જીદ પાસે ઊભો છે, ત્યારે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં મૂળ મધ્યપ્રદેશ અને હાલ સંજાલી ગામના મહારાજા નગર ખાતે રહેતો શખ્સને ચોરી થયેલ બાતમીવાળી બાઈક સાથે પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.