/connect-gujarat/media/post_banners/fb01be0a973bb43c6303654c3ebe7bbdf2562ab53a882e60157a6a6bc0151274.webp)
અંકલેશ્વરના પાનોલી ગામના મંદીર ફળીયામાંથી ભરુચ એલસીબીએ 46 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો ભરુચ એલસીબીના પી.એસ.આઈ આર.કે.ટોરાણી અને હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત પટેલ સહિત સ્ટાફ અંકલેશ્વર તાલુકામાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી મંદીર ફળીયામાં રહેતો બુટલેગર અજય હીરાભાઇ વસાવા પોતાના અને સામેના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી પ્રકાશ વસાવા થકી વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 343 નંગ બોટલ મળી કુલ 46 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પ્રકાશ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે મુખ્ય બુટલેગર ફરાર થઈ ગયો હતો.