અંકલેશ્વર: રામકુંડ નજીકના તળાવમાંથી પથ્થરથી બાંધેલો યુવતીનો મૃતદેહ મળ્યો,પોલીસ તપાસનો ધમધમાટ

અંકલેશ્વરના રામકુંડ નજીક આવેલ તળાવમાંથી યુવતીનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

New Update
અંકલેશ્વર: રામકુંડ નજીકના તળાવમાંથી પથ્થરથી બાંધેલો યુવતીનો મૃતદેહ મળ્યો,પોલીસ તપાસનો ધમધમાટ

અંકલેશ્વરના રામકુંડ નજીક આવેલ તળાવમાંથી યુવતીનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

અંકલેશ્વરમાં આજરોજ ચકચારી બનાવ સામે આવ્યો હતો જેમાં પોલીસને માહિતી મળી હતી કે અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ રામકુંડ નજીકના તળાવમાં એક યુવતીના મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો છે જેના આધારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર પોલીસની ટીમે ફાયર વિભાગની ટીમ સાથે તળાવમાં મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ યુવતીનો મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો ચોંકી ઉઠ્યો હતો. આ અંગે અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઇએ જણાવ્યુ હતું કે લગભગ 20-22 દિવસ પૂર્વે યુવતીની હત્યા કરી તેનો મૃતદેહ કોથળામા નાખી પથ્થર વડે બાંધી તળાવમાં નિકાલ કરાયો હોવાની હાલ પ્રાથમિક માહિતી છે. યુવતી કોણ છે અને તેની હત્યા કોણે કરી છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર યુવતી લીવ ઇન રિલેશનશીપમાં રહેતી હતી અને અંગત કારણોસાર તેની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહયું છે

Latest Stories