/connect-gujarat/media/post_banners/728c5f59ac7ad7a2ffad2d63d115c8b50bf17615adbe753bd649fe2d2fb06727.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ખોટા પુરાવા રજૂ કરી સ્ટેપ વેન્ડરનું લાઇસન્સ મેળવ્યા બાદ નોન જ્યુડીશીયલ સ્ટેમ્પનું ગેરકાયદે વેચાણ કરનાર એક મહિલાની બી’ ડિવિઝન પોલીસે ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા અંક્લેશ્વર પોલીસ બી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદમાં જણાવાયું હતું કે, અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ રાજકમલ આર્કેડની રહેવાસી મહિલા ચેતના પ્રવિણસિંહ સોલંકીએ સ્ટેમ્પ વેન્ડરનું લાઇસન્સ મેળવવા અરજી કરી હતી. જેમાં પુરાવાઓમાં રજૂ કરેલ ધોરણ 10 પાસનું ખોટું સર્ટિ બનાવ્યું હોવા છતાં સાચા સર્ટિ તરીકે સત્તાધિકારીને રજૂ કર્યું જતું. એટલું જ નહીં, ખોટી રીતે સરકારને ગેરમાર્ગે દોરી સરકાર સાથે છેતરપીંડી કરી સ્ટેપ વેન્ડરનું લાઇસન્સ મેળવી નોન જ્યુડીશીયલ સ્ટેમ્પનું ગેરકાયદેસર વેચાણ પણ કર્યું હતું, ત્યારે આ મામલે અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી ચેતના સોલંકીની ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.