અંકલેશ્વર: પોલીસની ઠંડી ઉડાડતા તસ્કરો, બે અલગ અલગ વિસ્તારમાં ચોરીના બનાવ

અંકલેશ્વર પંથકમાં શિયાળની કડકડતી ઠંડી વચ્ચે ચોરીની ઘટનાઓમા સતત વધારો થયો છે. તસ્કરોએ બે અલગ અલગ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો

New Update

મૂળ ઉત્તરાખંડના અને હાલ અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભાડે રહેતા ગૌરવ રાજેન્દ્ર વર્માના મકાનને ગત તારીખ-23મી જાન્યુઆરીથી 24મી જાન્યુઆરી દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોના-ચાંદીના ઘરેણાઅને રોકડા 7 હજાર મળી કુલ 1.48 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જ્યારે અંદાડા ગામમાં આવેલ સાવરીયા સુપર સ્ટોર્સને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ શટર તોડી અંદર પ્રવેશ કરી દુકાનનો સામાન મળી અંદાજિત 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જો કે દુકાનના માલિકે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ નોંધાવી નથી.

Latest Stories