/connect-gujarat/media/post_banners/c50fffc7c17fa7ce4f73819b0b935bf731d8018e89e05cf90e599f401f424439.jpg)
અંકલેશ્વરના મોદી નગર બસ સ્ટેન્ડની બાજુમાં રોડની ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ મહિન્દ્રા પીકઅપ ગાડીની ચોરી કરી વાહન ચોરી ફરાર થઇ ગયા હતા વાગરા તાલુકાના મુલેર ગામના પાણીની ટાંકી બાજુમાં રહેતા કાલુસિંહ હિમંતસિંહ રાવત ગત તારીખ-૨૦મી માર્ચના પોતાની મહિન્દ્રા પીકઅપ ગાડી નંબર-જી.જે.૦૨.એક્સ.એક્સ.૦૪૭૮ લઇ અંકલેશ્વર ખાતે રીપેરીંગ કરાવવાનું હોવાથી આવ્યા હતા અને તેઓએ અંકલેશ્વરના મોદી નગરમાં રહેતા તેઓના ભત્રીજાના ઘરે ગયા હતા જેઓએ પોતાની ૩.૫૦ લાખની મહિન્દ્રા પીકઅપ ગાડી મોદી નગર બસ સ્ટેન્ડની બાજુમાં રોડની ખુલ્લી જગ્યામાં પાર્ક હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની મહિન્દ્રા પીકઅપ ગાડીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે