/connect-gujarat/media/post_banners/89a81e810e2c827084e4ca6c124cd5a1238a9066ba0d04de14ee3a501f432a01.webp)
અંકલેશ્વરની કડકિયા કોલેજ નજીક આમલાખાડી પાસે બુલેટ ટ્રેનની કામગીરીની સાઈટ પરથી ઇન્વેર્ટર સીસ્ટમ સહિતનો સામાન મળી કુલ ૧.૯૦ લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ કડકિયા કોલેજ નજીક આમલાખાડી પાસે એલ એન્ડ ટી કંપની દ્વારા બુલેટ ટ્રેનની કામગીરી હાથ ધરવામાં આવી છે..
જે સ્થળે વી.જે.પી.એન એન્જીનીયરીંગ કંપનીની સાઈટ આવેલ છે જે કંપની દ્વારા ફેબ્રીકેશનના પાઈપ લાઈનનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગત તારીખ-૨૨મી જાન્યુઆરીથી ૨૩મી જાન્યુઆરી સુધીમાં કંપનીની સાઈટ સ્થિત સ્ટોર રૂમ કેબીનને તસ્કરોએ નિશાન બનાવી હતી અને તેમાં રહેલ થ્રી ફેઝ કેબલ,ગ્રાઇડીંગ મશીન,ઇન્વેર્ટર સીસ્ટમ સહિતનો સામાન મળી કુલ ૧.૯૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.